સોનગઢમાં આપઘાતના બે જુદાજુદા બનાવોમાં યુવક-યુવતીનું મોત નિપજ્યું હતું. સોનગઢનાં પ્રતિમા નગરમાં પોતાના બનેવી સાથે રહેતાં મૂળ બુરહાનપુર એમપીના સંતોષ ભાલેરાવ (ઉ.વ.28)નાઓ નવાગામ ખાતે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક સેવા કેન્દ્રનું સંચાલન કરતા હતાં. જોકે રવિવારે સવારે તેઓ ઘરેથી કોઈ ને કશું કહ્યા વિના નીકળી ગયા હતા અને ઘરના સભ્યો એ તેમની શોધખોળ શરૂ કરતા તેઓ મળી આવ્યા ન હતા. ત્યારબાદ સોનગઢ રેલવે સ્ટેશન નજીક એક યુવકે ધસમસતી ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાના સમાચાર આવતાં જ પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. આ યુવકનો મૃતદેહ ટ્રેન સાથે અથડાયા બાદ ક્ષત વિક્ષત થઈ ગયો હતો. પરંતુ તેના હાથના ભાગે છત્રપતિ શિવાજી મહારાજના ટેટુના કારણે ઓળખ થતાં એ સવારે ગુમ થનાર સંતોષ ભાલેરાવ જ હોવાની ઓળખ થઈ હતી.
જયારે બીજા આપઘાતના બનાવમાં યુવકે રવિવારના સવારે ટ્રેન નીચે પડતુ મુક્યા બાદ યુવતીએ પણ પાણીથી છલોછલ પથ્થરની ખાણમાં ભૂસ્કો માર્યો હતો. સવારે લગભગ ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મીના માળીએ નગરમાં બંધ પડેલી એન.વી. સ્ટોન કવોરીની પથ્થરની પાણીથી ભરેલી ખાણમાં ભૂસકો માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. પથ્થરની ખાણ નજીકથી યુવતીની એકટીવા મોટરસાયકલ અને ચપ્પલ મળી આવતા યુવતી ખાણમાં પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.જોકે યુવતીને ખાણમાં ભુસ્કો મારતા કોઇએ જોઇ ન હોવાથી યુવતીના મોત અંગે રહસ્ય અકબંધ રહેવા પામ્યું હતું. યુવતીને ખાણમાં શોધવા અનેક પ્રયાસો કરાયા હતા. પરંતુ રવિવારની મોડી સાંજ સુધી યુવતીની કોઇ ભાળ મળી નહતી પરંતુ સોમવારે ફરી સોનગઢ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ફાયબર ની બોટ ઉતરી શોધખોળ કરતા યુવતિની લાશ મળી આવતા ઘટનાને લઇને નગરમાં ચકચાર મચી ગઈ છે. યુવક અને યુવતીએ કયા કારણોસર આ પગલા ભર્યા અને તેઓ વચ્ચે કોઇ સબંધ હતો કે નહી તે બાબતે જાણી શકાયુ નથી. આ ચકચારી ઘટના અંગે સોનગઢ પોલીસ મથકે મોડી સાંજ સુધી કોઇ ગુનો નોંધાયો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application