મનિષા એસ. સુર્યવંશી/તાપી : આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર હોય જેથી તાપી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, સુરત શહેર સારોલી પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગોપાલભાઈ રામભાઈ પાટીલ (રહે.બાપા સીતારામ નગર, તા.સોનગઢ, જિ.તાપી)નાને સોનગઢ નગરનાં બાપા સીતારામ નગર ખાતેથી ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application