સુરત ગ્રામ જિલ્લાના માંગરોળ અને બારડોલી પોલીસ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને તાપી જિલ્લા એસઓજીએ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઉચ્ચઅધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા એસઓજીનો પોલીસ સ્ટાફ આજરોજ કાકરાપાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધનંજયભાઇ ઇશ્વરભાઇ તથા વિપુલભાઇ રમણભાઇ કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા .
તે દરમ્યાન મળેલ બાતમીના આધારે સુરત ગ્રામ્ય જીલ્લાના નં.(૧) માંગરોલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૫/૨૦૧૫ આઇ.પી.સી.કલમ - ૩૭૯,૧૧૪ (૨) બારડોલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૮/૨૦૧૫ આઇ.પી.સી.કલમ - ૩૭૯,૧૧૪ (૩) બારડોલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૨૯/૨૦૧૫ આઇ.પી.સી.કલમ - ૩૭૯,૧૧૪ (૪) બારડોલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૪૧/૨૦૧૫ આઇ.પી.સી.કલમ - ૩૭૯,૧૧૪ એક્ટ મુજબના ગુનાના છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી સંદિપભાઇ શ્રવણભાઇ વસાવા હાલ રહે, માતૃ કૃપા પેવર બ્લોક અરેઠગામ તા.માંડવી જી.સુરત મુળ રહેવાસી,અટવાઇ ,મંદિર ફળીયુ તા.કુકરમુંડાં જી.તાપીનાને ઝડપી પાડવામાં તાપી એસઓજીને સફળતા મળી છે. હાલ એસઓજીના હાથે પકડાયેલ આરોપીની સી.આર.પી.સી ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500