Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ગણેશોત્સવ/જન્માષ્ટમી તહેવાર ઉજવણી દરમિયાન કોવિદ-19ની ગાઈડ લાઈનનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે

  • August 27, 2021 

તાપી કલેકટર એચ.કે.વઢવાણીયાએ આજરોજ આગામી જન્માષ્ટમી અને ગણેશોત્સવ તહેવાર સહિત અન્ય ધાર્મિક-સામાજીક ઉત્સીવ-પ્રસંગોને ધ્યાને લઇને વિવિધ ગણેશોત્સવ મંડળો સાથે મીટીંગ કરી કેન્દ્રિ/રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ COVID-19ની ગાઇડ લાઇનનું ચુસ્તંપણે પાલન કરવાનુ જણાવી માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટસન્સ જાળવવા ઉપર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે,  આયોજકો આ અંગે અગાઉથી જિલ્લા વહીવટીતંત્રની સંમતિ લેવી પડશે તેમજ કોવિડ-19ના નિયમોનું ચુસ્તોપણે પાલન કરવાનું રહેશે. આ દરમ્યાન માત્ર ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા આરતી વધુમાં વધુ 15 વ્યરકિતઓની ઉપસ્થિવતિમાં અને સોશ્યલ ડીસ્ટન્સ સહિતની એસ.ઓ.પી.ના ચુસ્ત પાલન સાથે કરી શકાશે. તે સિવાય કોઈ સાંસ્કૃતિક આયોજન કરી શકાશે નહી. માત્ર ગણેશજીની આરતી પૂજા અને પ્રસાદ વિતરણ  કરી શકાશે. કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, આ તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે તેનું ચુસ્તરપણે પાલન કરવાનું રહેશે.

 

 

 

 

 

બેઠકમાં પોલિસ અધિક્ષક સુજાતા મજમુદારે જણાવ્યું હતુ કે, જિલ્લામાં આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે તથા રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં ગણેશ ઉત્સવ કાર્યક્રમનો સમય રાત્રે 11 કલાક સુધીનો જ રહેશે. આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. તમામે એસઓપીની સુચનાઓનું પાલન અવશ્ય કરવાનું રહેશે.

 

 

 

 

 

આગામી તા.30/08/2021 જન્માષ્ટમીના રોજ રાત્રિના 12.00 કલાકે પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક ફરજિયાત રહેશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ 200 વ્યક્તિઓ સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુંડાળા(સર્કલ) કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે. આ તહેવાર સંદર્ભે મહત્તમ 200 વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર પારંપારિક રીતે નિકળતી શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે.

 

 

 

 

 

તા.09/09/2019 થી તા.19/09/2021 દરમિયાન ઉજવાનાર સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ 2 ફૂટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરી શકાશે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ/મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે. આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડીસ્ટંન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે. સ્થાનિક સત્તામંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કૃત્રિમ વિસર્જન કુંડમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે. સ્થાનિક સત્તામંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કૃત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઇ એક જ સ્થળે ભીડ એકત્રિત થાય નહી. ગણેશ પંડાલ/મંડપમાં રાત્રિના 11.00 સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે.

 

 

 

 

 

આ બેઠકમાં અધિક કલેકટર આર.જે.વલવી, નાયબ પોલિસ વડા આર.એલ.માવાણી, વ્યારા પ્રાંત હિતેષ જોષી, મામલતદાર બી.બી.ભાવસાર, ચીફ ઓફિસર શૈલેષ પટેલ તથા વિવિધ ગણેશ મંડળોના પ્રતિનીઓ ઉપસ્થિનત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application