ડોલવાણ તાલુકાના કલકવા ગામે છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં અને ગામની હદમાં અવાર-નવાર દીપડી નજરે પડતી હતી. જેના કારણે ખેડૂતો અને ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો હતો. જેથી આ વાતની જાણ વનવિભાગમાં કરાતા વનવિભાગ દ્વારા કલકવા ગામે કલ્પેશભાઈ આહીરના ખેતરમાં એક પાંજરૂ મુકવામાં આવ્યું હતું અને તે પાંજરામાં મુકેલ મારણ ખાવાની લાલચમાં દીપડી ગતરોજ સવારે પાંજરામાં પુરાઈ ગઈ હતી. ઘટના અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગએ દીપડીનો કબ્જો લીધો હતો. જયારે પાંજરે પુરાયેલી દીપડી 5 વર્ષની હતી અને દીપડીનું પરીક્ષણ કરી સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે. બીજી તરફ દીપડી પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application