ઔધોગિક તાલીમ સંસ્થા વ્યારા ખાતે ફિટર, વાયરમેન, ઇલેક્ટ્રીશન, કોપા, ઇન્સટૃમેન્ટ મિકેનિક, હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, મિકેનિક ડિઝલ, વેલ્ડર, સિવણ, સ્ટેનો તથા આર્મેચર મોટોર રિવાઇન્ડિગ જેવા રોજગારલક્ષી ટ્રેડની વર્ષ-૨૦૨૧ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જેમાં પ્રવેશ ઇચ્છુક ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રો સાથે ઓનલાઇન વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ ઉપર તા- ૨૦/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ ભરવા માટે તથા રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ તા.21.07.2021 નિયત કરવામા આવેલ છે. ધો. 7 પાસ થી લઇને ધો. 10 પાસના વિદ્યાર્થીઓ લાયકાતને અનુરુપ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકે છે. અહિં અનુભવી અને કુશળ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે જેથી 1 કે 2 વર્ષની તાલીમ મેળવ્યા બાદ તાલીમાર્થી એક કુશળ કારીગર બની રોજગાર મેળવી શકે. સંસ્થાના પ્લેસમેન્ટ અને એપ્રેંટિસ વિભાગ દ્વારા સમયાંતરે ભરતી મેળાનું આયોજન કરી તાલીમાર્થીઓને વિવિધ કંપનીઓમા નોકરી અપાવવા પ્રયત્ન કરવામાં આવે છે. વધુ માહિતી માટે આઈ.ટી.આઈ વ્યારાનો સંપર્ક કરવા આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500