વ્યારાના સરૈયા ગામના વળાંક પાસે રોંગ સાઈડે દોડતા એક ટ્રકે બે મોટર સાયકલ ને અડફેટમાં લેતા બે વ્યક્તિઓના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા જયારે ત્રીજા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના ની જાણ વ્યારા પોલીસને થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર વ્યારાથી ભેંસકાતરી જવાના રોડ ઉપર સરૈયા ગામની સીમમાં વળાંક પાસે તા.15મી ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં વળાંકમાં રોંગ સાઈડે દોડતી ટ્રક નંબર જીજે/05/વી/4809 ના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી મોટર સાયકલ નંબર જીજે/26/પી/8084 અને જીજે/26/કે/8695, એકાએક બંને મોટર સાયકલ ને અડફેટમાં લીધી હતી, આ અકસ્માતમાં મોટર સાયકલ નંબર જીજે/26/પી/8084 ઉપર સવાર સેવલીયાભાઈ ઉર્ફે શૈલેષભાઈ દાજીભાઈ ગામીત (ઉ.વ.46) રહે, ખુરદી ગામ,બારી ફળિયું તા.વ્યારા નાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પરજ મોત નીપજ્યું હતું તથા મુકેશભાઈ પ્રેમચંદભાઈ ગામીત (ઉ.વ.37) રહે, ખુરદી ગામ,મોટા ફળિયું તા.વ્યારા નાઓનું ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જયારે મોટર સાયકલ નંબર જીજે/26/કે/8695 ઉપર સવાર રાહુલભાઈ અશોકભાઈ ગામીત (ઉ.વ.21) રહે,કરંજવેલ ગામ, તીડકી ફળિયું તા.વ્યારા નાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોચેલી વ્યારા પોલીસે દિનેશભાઈ દાવિયાભાઈ ગામીતની ફરિયાદના આધારે ટ્રક ના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500