Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઇ આઇ.ટી.આઇ ખાતે ખાલી પડેલ જગ્યાઓમાં પ્રવેશ અંગે

  • August 27, 2021 

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઉકાઇમાં પ્રવેશપત્ર ઓગષ્ટ-૨૦૨૧માં પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલી બેઠકો ભરવા માટે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થયેલ છે. પ્રવેશ ફોર્મ રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ ૧૦ સપ્ટેમ્બર છે. મેરીટ લીસ્ટ ૧૨મી સપ્ટેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે તથા તા.૧૩ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન રૂબરૂ મુલાકાત (ઓનલાઇન પ્રવેશ) રાખેલ છે. પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો અને પ્રવેશથી વંચિત રહ્યા હોય તેઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. વધુ માહિતિ માટે સંસ્થામાં ૯૬૬૨૦૩૩૦૨૩ પર સંપર્ક કરવા અથવા સંસ્થામાં રૂબરૂ મુલાકાત કરવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application