Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે અજાણ્યા ઈસમો એ એજન્ટ પાસેથી 90 હજાર લુંટી ફરાર

  • February 08, 2021 

કોસંબાના તરસાડી ખાતે આવેલી કોસંબા મર્કન્ટાઈલ બેંકનો ડેઇલી કલેક્શન રીકરીંગ એજન્ટ હિતેશ પોતાના નિત્યક્રમ અનુસાર કલેક્શનના રૂપિયા 90 હજાર રોકડા ઉઘરાવીને આવી રહ્યો હતો.

 

 

ત્યારે તરસાડીના સબ સ્ટેશન રોડ ઉપર બે અજાણ્યા ઈસમોએ એજન્ટ હિતેશ નાયીની બાઈક આગળ ઉભા રહી હિતેશને લોખંડના પાઈપનો સપાટો મારી દેતા, એજન્ટ હિતેશ બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ પોતાની ઉપર અચાનક આકસ્મિત હુમલો થતા હિતેશ પરિસ્થીતી સમજી ગયો હતો જ્યારે અજાણ્યા બંને ઈસમો એ રોકડ રકમ ભરેલ બેગ છીનવી ભાગી છુટ્યા હતા. આ ઘટનાની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળ પર પહોચી પોલીસે એજન્ટ હિતેશની ફરિયાદના આધારે બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application