અલથાણ સેકન્ડ વી.આઈ.પી રોડ સેન્ટોસા હાઈટ્સ પાસેથી પોલીસે બાતમીના આધારે ગઈકાલે બુધવારે સાંજે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે જણાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ખેપીયાઓ પાસેથી રૂપિયા ૪૧ હજારનો અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂ, કાર મળી કુલ રૂપિયા ૮.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને વોન્ટેડ બતાવ્યો હતો. પીઆઈ ટી.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીઍસઆઈ ઍ.કે.કુવાડીયા સ્ટાફના માણસો સાથે ગઈકાલે સાંજે પેટ્રોલીંગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે અલથાણ ખાડી બ્રીજ સેકંડ વી,આઈ.પી રોડ સેન્ટોસા હાઈટ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે રીંકુસીંગ સુરેશસીંગ રાજપુત (ઉ.વ.૩૬. ધંધો ડ્રાઈવીંગ, રહેલ, ફ્લોરા ઍવન્યુ પાલ) અને રાજેશ રામસીગ રાજપુત (ઉ.વ.૪૫.ધંધો ટેમ્પો ડ્રાઈવીંગ, રહે, સંતોષનગર પાંડેસરા) ઝડપી પાડ્યા હતા.
પોલીસે કારમાંથી રૂપિયા ૪૧,૬૦૦ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂનો બોટલ નંગ-૧૧૨, રૂપિયા ૮ લાખની કિંમતની સુઝુકી ઍસક્રોસ કાર, રોકડા ૧૨૦૦ અને મોબાઈલ મળી કુલ રૂપીયા ૮,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી અનીલ સુરેશ શર્મા (રહે, ફ્લોરા ઍવેન્યુ પાલ)ને વોન્ટેડ બતાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application