એક્ટિવા મોપેડ પર સિગારેટ પીવા નીકળેલા વેસુના માથાભારે જમીન દલાલને આગમ સ્કેવર નજીક બે ટુ વ્હીલર પર આવેલા ત્રણથી ચાર યુવાનોએ આંતરી માર મારી મોપેડ પર અપહરણ કર્યા બાદ અંધારામાં લઇ જઇ ત્યાં પણ માર મારી આજે તો તુ બચી ગયો, આજ પછી સુરતમાં દેખાશે તો તને જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ભાગી ગયા હતા. આ બનાવમાં ઉમરા પોલીસે પાંચની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુના સ્વસ્તિક રેસીડન્સીનો રહેવાસી માથાભારે જમીન દલાલ વિપલ મનિષ ટેલર (ઉ.વ. 26) છેલ્લા ત્રણેક વર્ષથી પરિવારથી અલગ અને હાલમાં પ્રેમિક રૂક્શાર ઉર્ફે રીયા રાજપૂત સાથે વેસુની શગુન હોટલમાં રૂમ નં. 209માં રહે છે.
ગત રવિવારે રાત્રે જમ્યા બાદ વિપલ સિગારેટ પીવા માટે એક્ટિવા મોપેડ પર નીકળ્યો હતો. દરમ્યાનમાં રીયાનો ફોન આવતા મોપેડ રોડ સાઇડમાં પાર્ક કરી વાતચીત કરી રહ્યો હતો. ત્યારે બે ટુ વ્હીલર પર ત્રણથી ચાર અજાણ્યા યુવાનો ઘસી આવી વિપલને ગાળો આપી માર મારી હોઠના ભાગે ઇજા પહોંચાડી હતી. વિપલે પોતાના બચાવમાં હુમલાખોરો પર પેપર સ્પ્રે છાંટયો હતો અને તેઓ વચ્ચે ઝપાઝપી થતા વિપલનો મોબાઇલ પડી ગયો હતો.
સ્પ્રે છાંટતા ઉશકેરાયેલા હુમલાખોરોએ વિપલનું મોપેડ પર અપહરણ કરી આગમ સ્કેવરથી કેનાલ તરફ જવાના રોડ પર અંબાનગર પાસે અંધારામાં લઇ ગયા હતા. જયાં પણ વિપલને માર મારી આજે તો તું બચી ગયો, આજ પછી સુરતમાં દેખાશે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ચારેય જણા ભાગી ગયા હતા. વિપલે હુમલા અંગેની જાણ પ્રેમિકા રીયાને કર્યા બાદ હુમલાખોર વિરૂધ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસે આ બનાવમાં ગતરોજ ડેનીશ નરેંદ્રકુમાર રેબીનવાલા (રહે.ઘર નં.સી/902, નેશવી એપાર્ટમેંટ, ધીરજ સન્સની પાસે, અલથાણ, સુરત ), ગેરેજ માલિક સંજય ઉર્ફે સોનુ અમરેકસિંગ લબાનાશેખ (રહે.અંબાનગર સોસાયટી, સોસ્યો સર્કલ પાસે,ખટોદરા, સુરત. મુળ રહે.ઉતરાખંડ), મજૂરીકામ કરતા કપિલ રમેશભાઇ નાયકા (રહે. અંબાનગર સોસાયટી,સોસ્યો સર્કલ પાસે,ખટોદરા,સુરત ), મનોજ બાબુભાઇ કકાણી (રહે. અંબાનગર સોસાયટી,સોસ્યો સર્કલ પાસે,ખટોદરા,સુરત ) અને જરીકામ કરતા દિપક યશવંત રાણા (રહે.ઘર નં.53,સોમનાથ સોસાયટી, અંબાનગર સોસાયટી પાસે,સોસ્યો સર્કલ પાસે,ખટોદરા,સુરત ) ની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application