ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક લાંબા અરસાથી વાહન ચાલકો માટે જીવલેણ તેમજ ગોઝારો સાબિત થઈ રહ્યો છે. ગત તારીખ ૦૨-૦૨-૨૦૨૫ નારોજ મધ્યપ્રદેશની ખાનગી બસ પલ્ટી મારીને ઊંડી ખીણમાં ખાબકી હતી. જેના કારણે બસમાં રહેલ કુલ-૫૧ મુસાફરોમાંથી ૬ મુસાફરોનું મોત નિપજયા હતાં.
ડાંગ વહીવટી તંત્રની ટીમ તથા સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ તથા તેમની ટીમ દ્વારા અંધારામાં યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરશેન હાથ ધરવામાં આવ્યુ હતું. જોકે આ સ્થળ પર અવારનવાર અસ્માત કેમ સર્જાય છે તે જાણવા સુરત રેંજ આઈ.જી.પ્રેમવીરસિંગે અકસ્માત નિવારણ માટે ચર્ચા કરી અધિકારીઓને સૂચનો કર્યા તેમજ અકસ્માતના સ્થળની જાત મુલાકાત લીધી હતી અને આ ઝોનની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ડાંગ જિલ્લાનાં પોલીસ વડા, રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં નાયબ કાર્યપાલક ઈજનેર, સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. સ્થળ મુલાકાત વેળાએ પ્રેમવીર સિંગે ઘાટમાર્ગમાં અકસ્માતમાં ઘટાડો કઈ રીતે થઈ શકે તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ ઉપસ્થિત અધિકારીઓને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application