દમણથી સુરત લાવી રહેલા વિદેશી દારૂના મુદ્દામાલ સાથે તલોદરામાંથી બે મહિલા બુટલેગરોને સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી હતી. સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે, બે મહિલાઓ પ્લાસ્ટિકનાં મોટા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો દમણથી ભરીને લાવીને કરણ પાટિયાથી આગળ તલોદરા ગામ તરફ જતા રોડ ઉપર ઉતારી રાખ્યો છે અને કોઇ વાહનમાં ભરીને સુરત તરફ જઈ રહી છે.
જેથી પોલસે આ સસ્થળ પર પહોંચી દારૂના જથ્થા સાથે ત્યાથી ફાલ્ગુનીબેન મુકેશભાઇ કાળીદાસ રાણા (રહે.જી-૩૯ એસ.એમ.સી ટેનામેન્ટ ખટોદરા સુરત) અને પીન્કીબેન ભીખાભાઇ બારોટ (રહે.આશાપુરી સોસાયટી, વિભાગ-૨, મકાન નં. ૩૪૫ પાંડેસરા, સુરત)ને ઝડપી પાડી હતી. આમ, પોલીસે વિદેશી દારૂની પ્લાસ્ટિકની ૪૩ કોથળી ઉપરાંત દારૂની ૨૨૨ બાટલી કુલ કિંમત રૂપિયા ૧,૧૦,૭૭૨/- અને રૂ.૫૦૦ રોકડ મળી કુલ કિંમત રૂપિયા ૧,૧૧,૨૦૨/-નો મુદ્દમાલ કબજે કરી તેના અન્ય સાથીદાર લાલુભાઈ (રહે.દમણ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500