સુરતનાં ઓલપાડમાં એક યુવકે બેરોજગારીને કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ન મળતા યુવક બેચેન રહેતો હતો અને આખરે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં માસમાં-ઓરમા રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં મકાન નંબર-6માં રહેતા વિનાયકભાઇ ગોવિંદભાઇ લાડ (ઉ.વ.37) નાને છેલ્લા ઘણા સમયથી કોઇ કામ ધંધો મળતો ન હોય અને જેથી તેઓ બેચેન રહેતા હતા અને આખરે તેમણે બેરોજગારીનાં કારણે પોતાના ઘરમાં પંખા સાથે નાઇલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application