Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકે પૂર્વ પ્રેમિકાને લોખંડનો પાઇપ વડે ફટકારી, પોલીસે તપાસ શરૂ કરી

  • November 19, 2021 

સુરતનાં લિંબાયત વિસ્તારમાં આવેલ માનવ કેન્દ્ર નજીક મહાદેવનગર સોસાયટી ઘર નંબર ઇ/125માં રહેતી નીશા રામદાસ ખારે (ઉ.વ.25) ગત રાત્રે જમ્યા બાદ પિતા અને પરિણીત મોટી બહેન રાજેશ્રી હર્ષલ દિવાને સાથે ઘરમાં બેઠી હતી. તે સમયે બુમાબુમનો અવાજ સાંભળી ત્રણેય જણા ઘરની બહાર દોડી જઇ નજર કરતા પડોશમાં ઘર નંબર/ઇ/127માં રહેતા સચીન જગદાણે અને તેના પિતા પ્રકાશ જગદાણે વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો. તે દરમિયાન પ્રકાશે નીશા તરફ જોઇને કહ્યું હતું કે, અમારા ઘરના ઝઘડાનું કારણ તું જ છે, સચીને પણ આ નિશાના કારણે જ આપણા ઘરમાં ઝઘડા થાય છે. જેથી રાજેશ્રી અને તેના પિતાએ નીશાને કેમ બદનામ કરો છો એવું કહેતા પિતા-પુત્ર ઉશકેરાય ગયા હતા અને તેમની સાથે ઝઘડો કર્યો હતો.






ત્યારે પ્રકાશ લોખંડનો પાઇપ લઇ ઘસી આવી નિશાના માથમાં બે ઘા મારી દીધા હતા અને સચીને પણ પપ્પા એને પતાવી દો, એણે મારી જીંદગી ખરાબ કરી નાંખી છે. જોકે ઘટનાને પગલે પડોશીઓ દોડી આવતા પિતા-પુત્ર ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત નીશાને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નીશા અને સચીન વચ્ચે પ્રેમસંબંધ હતો પરંતુ તેઓ વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી નીશાએ સંબંધ કાપી નાંખ્યા હતા જેથી સચીનના ઘરમાં થતા ઝઘડા માટે નીશા કારણભૂત હોવાનું કહી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application