સુરત શહેરનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતા વૃદ્ધ રિક્ષા ચાલકે લોનના હપ્તા ન ભરતા ફાઈનાન્સર રિક્ષા લઈ જતા રહ્યો હતો. જેથી વૃદ્ધે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પલસાણા તાલુકાનાં બગુમરા ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રનાં 60 વર્ષીય દિલીપભાઈ જીણાભાઈ પાટિલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિલીપભાઈ એ રિક્ષા પર લોન લીધી હતી અને આર્થિક તંગીને લઈ તેઓએ લોનનાં હપ્તા ભર્યા ન હતા. જેને લઈ ફાઈનાન્સર રિક્ષા લઈ જતા રહેતા દિલીપભાઈ પાટિલ માનસિક તાણમાં આવી ગયા હતા. જેથી દિલીપભાઈ એ દસ્તાન ગામની સીમમાં શેરડીનાં ખેતરની બાજુમાં આવેલ ઝાડની ડાળી સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના અંગે દિલીપભાઈ નો પુત્ર લક્ષ્મણભાઈ એ પલસાણા પોલીસે મથકમાં ફરિયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application