Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાઇંગ મિલમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી

  • February 16, 2021 

સુરત શહેરનાં બમરોલી રોડ ઉપર આવેલી મનહર ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલમાં ચાર દિવસ પહેલા આગ લાગ્યા બાદ વહેલી સવારે ફરી પાછી મિલમાં આગ ભડકી ઉઠી હતી. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે નાશભાગ અને અફરાતફરી સર્જાઈ હતી. ત્યાં સુધી આગની લપેટમાં આવેલા બે રિક્ષા સહિત આઠ વાહનો, એક ઝૂંપડાનો ભાગ અને એક દુકાનનો છાપરો બળી ગયા હતા. જેને કારણે સ્થાનિક ગરીબ શ્રમજીવીઓને નુકશાન થયો હતો.

 

 

 

 

બમરોલી રોડ કોમલ સર્કલ સામે મનહર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલ આવેલી છે અને મીની દીવાલને અડીને 15 જેટલા ઝૂંપડાઓ અને મકાન આવેલા છે. જ્યા સવારનાં અરસામાં ડાઇંગ મિલમાં સ્વીચમાં શોર્ટ-સર્કિટ મોટર બંધ થઈ ગઈ હતી. આવા સંજોગોના ફિલ્મમાં 20થી25 ફૂટ ઊંચું આવેલું ઓઈલ ટેન્કમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી ત્યાં કામ કરતા કારીગરોમાં નાશભાગ મચી ગઈ હતી. એટલુ જ નહીં નજીકમાં રહેતા રહીશો પણ ઘબરાઈ ગયા હતા અને ભાગદોડ મચી ગઈ હતી.

 

 

 

 

આ ઘટના અંગે ફાયર-બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર-બ્રિગેડનો કાફલો સાથે માનદરવાજા, નવસારી બજાર, ભેસ્તાન અને ડુંભાલ ફાયર સ્ટેશનોથી 25 થી 30 જેટલા ફાયરનાં જવાનનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લવાનો પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, તેના તણખા અને જ્વાલાઓથી મીલની દિવાલને અડીને આવેલા એક ઝૂંપડાના ભાગમાં તથા મકાનના છપરા ઉપર પડતા છપરા બળી ગયા હતા એટલુ જ નહીં પણ નજીકમાં પાર્ક કરવામાં આવેલી બે રીક્ષા તેમજ પલ્સર, સ્પ્લેન્ડર, હોંડા સાઈન બાઈક તથા બે મોપેડ અને ચાર બાઇકને આગની જ્વાળાના લીધે નુકસાન થઇ ગયું હતું.

 

 

 

 

જ્યારે બીજી બાજુ ફાયરના કાફલાએ ભારે ઝહેમત ઉઠાવી દોઢથી બે કલાક જેટલા સમયમાં આગ ઓલાવી ઘટના ઉપર કાબુ મેળવી લેવાંમાં આવ્યો હતો. ત્યાર બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો હતો. એટલુ જ નહીં મકાન તથા વાહનો સિવાય મિલમા કાપડના જથ્થા સહીત અન્ય સામાનને પણ નુકસાન થયું હતું. જ્યારે ફાયર સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ના હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application