Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડમ્પરની અડફેટે આવતાં અજાણ્યા યુવકનું મોત

  • February 13, 2021 

કડોદરા ગામે સુરત જતા હાઈવે પરથી એક અજાણ્યો યુવક પસાર થઈ રહ્યો હતો. તે સમય દરમિયાન ડમ્પરે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.

 

 

કડોદરા ગામ પાસે હાઈવે પર 25 વર્ષીય અજાણ્યો યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો ડમ્પર નંબર જીજે/05/બીઝેડ/7812નાં ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી પોતાનું વાહન ત્યાં જ મૂકી નાસી છૂટ્યો હતો.

 

 

આ બનાવ અંગે કડોદરા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News