Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષાએ બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર 1નું મોત, 2ને ઈજા

  • December 27, 2021 

સુરત શહેરનાં અલથાણ ગાર્ડન પાસે સાંજે બાઇકને રિક્ષા ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલા 3 મિત્રો પૈકી 1 યુવાનનું મોત નીપજ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં આવેલા અપેક્ષા નગરમાં રહેતો 29 વર્ષીય આકાશ મુરલીધર શર્મા તથા તેનો મિત્ર બબુલ સાથે બાઈકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા. તે રોડ પરથી પસાર થતા તેમના મિત્રો ગણેશ શર્મા (રહે.ભટાર રોડ) પણ તેમની સાથે બાઈક પર બેસીને જતા હતા. તે દરમિયાન અલથાણ ગાર્ડન નજીક ખારી બ્રિજ પાસે રિક્ષા ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આકાશને ગંભીર ઇજા થઇ અને તેમના 2 મિત્રોને નાની-મોટી ઇજા થઇ હતી. આમ, ત્રણેય મિત્રોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આકાશને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application