Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Update : માંડવીનાં પાતલ ગામે દિપડીનાં બચ્ચાઓનું માતા સાથે પુનઃમિલન

  • April 30, 2022 

માંડવી દક્ષિણ રેંજના કાર્ય વિસ્તારમાં આવતા ખોડાંબા–2 રાઉન્ડની પાતલ બીટ વિસ્તારનાં પાતલ ગામે દિપડીના બે બચ્ચાં કોતર ભાગમાંથી મળી આવેલ હતા અને આ બચ્ચાં ઓને પાતલ ગામના કોતરવાળા ભાગમાં મુકવા જતા નાયબ વન સંરક્ષકશ દ્વારા મળેલ સૂચના મુજબ માંડવી દક્ષિણ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસરએ ટીમ સાથે મળી સ્થળ પર પંહોચ્યા ત્યારે સાંજના 06:15 કલાકે બીજા પણ એક બચ્ચાનો અવાજ સંભળાતા એનો પણ કબજો મેળવી એ બચ્ચાંની ઉમર પણ 3 માસની હોય અને એ બચ્ચાંને પણ મળી આવેલ બે બચ્ચાં આમ કુલ-3ને પ્લાસ્ટિકના કેરેટમાં સાથે મુકી બચ્ચાંઓને તેની માતા સાથે પુનઃમિલન કરાવવા માટે સીસીટીવી, ટ્રેપ કેમેરા ગોઠવી અને ત્રણેય બચ્ચાં સાથેનું કેરેટ પણ ગોઠવવામાં આવ્યુ હતું.



ત્યારબાદ જંગલ ખાતા દ્વારા પાતલ ગામના સરપંચશનો સંપર્ક કરી તેઓને પણ જાણ કરવામાં આવી હતી કે, હાલમાં આ વિસ્તારમાં ખેતરમાં જતા ખેડુતોને ગામ લોકોને કોઈપણ અવર જવર ન કરવી અને ગામ લોકોનો પણ સાથ સહકારનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ વન વિભાગનો સ્ટાફ તથા લેપર્ડ એમ્બેસીડરની ટીમ સ્થળ પરથી નિકળી પરત માંડવી આવતા હતા અને રાત્રીના 08:30 કલાકે દિપડી પોતાના બચ્ચાઓને શોધતા શોધતા સીસીટીવી, ટ્રેપ કેમેરા તથા કેરેટ પાસે આવી પંહોચી હતી અને સતત 8:30 થી 10:30 બે કલાક સુધી તેના બચ્ચાઓને સૂંઘીને અને આજુબાજુના વિસ્તારનું પરિક્ષણ કરીને આખરે 10:55 કલાકે દિપડી ત્રણેય બચ્ચાઓને સુરક્ષિત રીતે પ્લાસ્ટિકના કેરેટ પાડી નાંખી તેમાંથી એક પછી એક ત્રણ બચ્ચાંઓને મોઢાંમા પકડી લઈ જાય છે. આમ, વન્યપ્રાણી દિપડીના ત્રણેય બચ્ચાંઓનું તેની માતા સાથે માત્ર 12 કલાકમાં જ પુનઃમિલન કરાવવાની મોટી સફળતા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application