ભૂતકાળના બનાવોને ધ્યાને લઈ શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
આ જાહેરનામા અનુસાર, તમામ કારખાનેદારો, મકાન, બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષટાઈલ ઉઘોગ, હીરા ઉઘોગ તથા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં કર્મચારીઓ, કારીગરો, મજુરો હાલમાં કામ ઉપર હોય તેવા અને હવે પછી કામ પર રાખવાના છે તેવા કાયમી, હંગામી, રોંજીદા કે કોન્ટ્રાકટના કર્મચારી/કારીગરો, મજુરોના નામ, સરનામા સાથેની સંપૂર્ણ વિગતો તૈયાર કરી સિટીઝન પોર્ટલ વેબસાઈટ www.gujhome.gujarat.gov.in ઉપર અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઈડ એપ્લિકેશન મારફતે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
આ જાહેરનામું તા.૦૭/૦૮/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, આ હુકમ સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, પબ્લીક સેકટર, શૈક્ષણિક સંસ્થાઓ, ચૂ઼ંટાયેલી સંસ્થાઓ ઉપર લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500