સુરતના કામરેજ તાલુકાનાં કઠોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે ઉપરથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલકને ઝડપી 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ ખાનગી બાતમીના આધારે, કામરેજનાં કઠોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબનો એક ટેમ્પો નંબર એમએચ/04/કેયુ/2201 આવતા જોઈ તેને અટકાવી ચાલક મુનસિંગ તોલીયા ભૂરીયા (રહે.મધ્યપ્રદેશ) નાને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ઘાસના ભુસાની આડમાં સંતાડેલ વિદેશી દારૂ તથા બીયરની કુલ 7332 નંગ બોટલ જેની કીંમત રૂપિયા 10,23,600/-નો હતી.
આમ, પોલીસે ચાલકની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો વાપીના અરમાન નામના ઈસમને ટેમ્પામાં ભરાવ્યો હતો તેમજ ટેમ્પાનો અજાણ્યો ચાલક અરમાનના કહેવાથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પો તલસારી હાઇવે ઉપર આપી ગયો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો અંકલેશ્વર નજીક રાજપીપળા ચોકડી ખાતે મંગાવનાર એમ 3 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો તેમજ રોકડ રકમ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 22.28 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500