ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહવાલો અને અમુક ઘટનાઓને ધ્યાને લઈ સૂરત શહેરમાં જાહેર જનતાની શાંતિ અને સલામતિ જળવાઈ રહે તે માટે સૂરત પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રગટ કરી પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાનો/દુકાન/ઓફિસના માલિકો/ઔદ્યોગિક એકમોના સંચાલકોએ મિલકત ભાડે આપવા માટે જરૂરી નિયમો લાગુ કર્યા છે.
જાહેરનામાં અનુસાર બંગલાઓ, મકાનો/દુકાનો/ઓફિસો/ ઔદ્યોગિક એકમોના માલિકો પોતાની મિલકત ભાડે આપે ત્યારે ભાડુઆત અને મિલકત સંબંધિત માહિતીની નોંધણી સિટીઝન પોર્ટલ વેબસાઈટ www.gujhome.gujarat.gov.in ઉપર અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઈડ એપ્લિકેશન મારફતે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. તેમજ તે મિલ્કતની માહિતી, સમિતી રચાઈ હોય તો તેના પ્રમુખ/ ચેરમેન/ સેક્રેટરીએ પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે અને જો મિલ્કત અંગે સમિતિ ન રચાઈ હોય તો જે તે મિલ્કતના માલિકોએ આ માહિતી પોતાની પાસે ફરજિયાત રાખવાની રહેશે. જ્યારે પોલીસ દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે ઉપરોક્ત માહિતી પુરી પાડવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૦૭/૦૮/૨૦૨૧ સુધી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application