રાજકોટનાં જલારામભાઈ કેશવભાઈ ગોંડલિયા ઈમિટેશનનો ધંધો કરે છે અને કામ અર્થે અવાર-નવાર ઇન્દોર જવાનું થતું હોવાથી ત્યાં શૈલેન્દ્ર ઉફે ઠાકોરભાઈ ભંવરસિંગ ભાટી સાથે 6 વર્ષથી મિત્રતા હતી. 4 ફેબ્રુઆરીનાં રોજ ધંધા માટે મુંબઈની હોટલમાં રોકાયા હતા. ત્યારે શૈલેન્દ્રએ ફોન કરી જાણાવ્યું હતું કે, યુ.પી.થી તાંત્રીક ગુરુજી આવેલા છે અને મુંબઈની હોટલમાં રોકાયેલા છે અને તે તાંત્રીક વિધિથી રૂપિયા પાડવાનું કામ કરે છે અને બીજે દિવસે મુંબઈની હોટલમાં શૈલેન્દ્ર ભાટી 4 યુવકો જાવેદખાન, વિકાસ ગોતમ તથા બીજા 2 ઈસમોને લઈને આવ્યો હતો. જાવેદખાન અને વિકાસ ગોતમ તાંત્રીક વિધિ કરશે અને દયાશંકર સીંગ અને જીયાખાન પણ આવી જ વિધિ કરવાનાં હોવાથી જોવા આવ્યા છે. તેથી તેઓએ ગુરુજીને રોકડા 20 હજાર અને 4 પ્લેન ટીકીટનાં 27 હજાર તથા હોટલના રૂમનાં 10 હજાર મળી 57 હજાર આપ્યા છે, જેથી યુવકે વિધિ કરવા માટે ખર્ચ અંગે પૂછતા 6 લાખની વાત કરી હતી અને વિધિ કરવાનું નક્કી કર્યું હતું.
પરંતુ મુંબઈમાં વિધિ શક્ય ન હોય કામરેજમાં વિધિ કરવાનું નક્કી કર્યું હતું. તા.6 ફેબ્રુઆરીનાં રોજ કામરેજ ટોલનાકા નજીલ આવેલી જલારામ હોટલનાં બે જુદા-જુદા રૂમમાં જાવેદખાન અબ્દુલ હસનખાન (રહે.સુલતાનપુર) તથા વિકાસ સુખદેવ ગોતમ(યુ.પી) તથા 101માં જલારામ ગોંડલિયા અને શૈલેન્દ્ર ભાટી રોકાયા હતા.
વિધિ માટે કસ્તુરી લાવવાની હોવાથી, 06 લાખ લઈને 2 માણસો મુંબઈ ગયા હતા, સાથે વિધિનો સામાન લાવવા માટે 15000/- આપ્યા હતા. બધો સામાન આવી ગયા બાદ વિધિ કરવા માટે જલારામ ગોંડલિયાનાં મિત્ર વિશાલ પટેલનાં સચીન જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં ગયા હતા અને અડધો કલાક વિધિમાં કસ્તુરીની બાટલીમાંથી પ્રવાહી હવનમાં નાંખવા જાણાવ્યું હતું.
પરંતુ બાટલી ફાટી ગઈ હોવાથી અંદરથી કોઈ પ્રવાહી ન નીકળતા, જાવેદ જણાવેલ કે વિધિ થશે નહિ ને ગુરુજી આવશે નહિ વિધિ કરવા માટે કસ્તુરીની બીજી બાટલી લાવવી પડશે. આ વિધિ આવતી કાલે કરીશું, તેમ જણાવતા બધા પરત કામરેજ હોટલ પર આવી ગયા હતા. પરંતુ બાદમાં જલારામને છેતરપીંડીની શંકા જતા જલારામ ગોંડલિયા અને શૈલેન્દ્રએ બંને યુવકો જાવેદખાન અને વિકાસ ગૌતમને રૂમ નંબર-101માં ગોંધી પૂછતા આખર કબુલાત કરી હતી, કે પૈસા વરસાવવાની વિધિના બહાને તમારી પાસેથી રૂપિયા કઢાવેલ હતા જે રૂપિયા સામાન લેવા ગયેલા ત્યારે મુંબઈમાં અમારા માણસને આપી આવ્યા હોવાનું જણાવતા ભાંડો ફૂટ્યો હતો. તાંત્રીક વિધિથી રૂપિયા પાડવાના બહાને મુંબઈ અને યુ.પી.નાં 4 યુવકોએ વિધિ સામાન ખરીદવાનાં નામે 15000/- તથા દયાશંકર પાસેથી 57000/- મળી કુલ રૂપિયા 6.72 લાખ રૂપિયા પડાવી લેતા જાવેદ ખાન અબ્દુલ ખાન તથા વિકાસ ગૌતમ તથા બીજા શખ્સો સામે છેતરપીંડીની ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500