Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂ ભરેલા થેલા સાથે યુવકને ઝડપી પાડ્યો

  • February 07, 2021 

સુરત જીલ્લાનાં લોકલ ક્રાઈમ બ્રાંચના એએસઆઈ અજયભાઈ રામલાલને મળતી બાતમી ને આધારે, કડોદરા નેશનલ હાઇવે નંબર-48 ઉપર એક ઈસમ અલગ-અલગ થેલાઓમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ત્યાંથી વિદેશી દારૂનો જથ્થો અન્ય વાહનમાં સગેવગે કરવાની ફિરાકમાં છે.

 

 

જે બાતમીના આધારે કડોદરા ચાર રસ્તા પરથી પોલીસે ઉમેશભાઈ વસરામભાઈ  ઉધરેજા(ઉ.વ.25)ની પાસેથી રૂપિયા 41,450/- કિંમતની  369 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 64,650/- મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News