Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, ચાલકનું મોત

  • November 19, 2021 

સુરતનાં કામરેજ તાલુકાનાં કોસમાડી ગામે ટાંકી ફળિયામાં રહેતા, રમેશભાઈ બેચરભાઈ વસાવા (ઉ.વ.62) જે જેઓ છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે અને તેઓ ગત તા.16 નવેમ્બરના રોજ સાંજના સમયે પોતાની મારુતિ વાન નંબર જીજે/19/એએ/2677 લઈ કોસમાડી પાટિયા નજીક કામ અર્થે ગયા હતા અને રાત્રિના 8 વાગ્યાની આસપાસ કોસમાડી પાટિયાથી કોસમાડી ગામ તરફ જતાં માર્ગ ઉપરથી પસાર થતા હતા તે સમયે તેમને સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને સર્જાયેલા આ અકસ્માતમાં રમેશભાઈને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application