Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત

  • November 15, 2021 

સુરતના કામરેજ તાલુકાના નવી પારડી ગામના મંદિર ફળિયામાં રહેતો સુનિલ દિનેશ વસાવા (ઉ.વ.25) જે શનિવારે રાત્રે તેના મિત્ર સંજય સુનિલ યાદવ (ઉ.વ.25) સાથે કામ અર્થે મોટરસાયકલ નંબર જીજે/5/ઈકે/0971 ઉપર કામ અર્થે નવી પારડીથી સુમુલ ડેરી તરફ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે રંગોલી ચોકડી નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા બંને જણા નીચે પટકાયા હતા.

 

 

 

 

જયારે અકસ્માતમાં સુનિલનું સ્થળ પર જ મોત થયું હતું અને સંજયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પિતા દિનેશભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application