Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તલાટી સામે રજૂઆત કરનાર મહિલાને ધમકી આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ

  • June 04, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં હથુરણ ગામે રહેતી મહિલા ગામના જ એક વ્યક્તિના પેઢીનામાના કામ અંગે ગ્રામ પંચાયત ખાતે ગયા હતા. તે સમયે તમે તલાટી ક્રમ મંત્રી વિરુદ્ધ કેમ રજૂઆત કરવા ગયેલ તેમ કહી ગામના જ એક યુવાને આ મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળનાં હથુરણ ગામે ઈદગાહ ફળિયામાં રહેતા સલમાબેન અમીરખાન પઠાણ નાઓ સામાજિક કાર્યકર તરીકે તથા મોદી સપોર્ટર એસોસિએશન ભારતમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રકોષ્ઠ મહામંત્રી તરીકે સેવા આપે છે અને ભાજપના સક્રિય કાર્યકર છે.




ગત તા.27 મે નારોજ તેઓ તેમના ગામમાં રહેતા બાલુભાઈ માવજીભાઈ પરમાર નાઓના પેઢીનામાના કામે સાક્ષી તરીકે સહી કરવા માટે હથુરણ ગ્રામ પંચાયત ખાતે ગયા હતા. ત્યારે અબ્બાસ યુસુફભાઈ બોડી નાઓએ જણાવેલ કે, તમે તલાટી ક્રમ મંત્રીના વિરુદ્ધ કેમ રજૂઆત કરવા ગયેલ જેથી સલમાબેને જણાવ્યુ હતું કે તલાટી આદિવાસી વિધવા બહેનોના વિધવા સહાયના ફોર્મ ભરવા બાબતે અથવા બીજા કોઈપણ કચેરીના કામઅર્થે ગ્રામ પંચાયતમાં આવતા ખોટા ધક્કા ખવડાવતા હોય જે બાબતે પાલોદ ખાતે ધારાસભ્ય ગણપત વસાવાને રજૂઆત કરેલ હતી. જેથી અબ્બાસ બોડી એ સલમાબેનને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સલમાબેને કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application