કામરેજ ખોલવડ તાપી નદી પુલ ઉપર ટ્રક ચાલકની અડફેટે વરાછાના બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા ભાવેશ બી.ગેડિયા(ઉ.વ.35) પોતાની બાઈક નંબર જીજે/05/ઈવી/5892 લઈને કામરેજ તાલુકાનાં પાસોદ્રા ગામની સીમમાં કામ માટે જઈ રહ્યો હતો. ત્યારે મોડી સાંજે કામરેજના ખોલવડ ગામની હદમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર તાપી નદીના બ્રીજ પાસે અમદાવાદ તરફ જતા રોડ ઉપર પુરઝડપે આવી રહેલી ટ્રક નંબર જીટી/એફ/3599નાં ચાલકે ભાવેશ ગેડિયાની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નીચે આવી ગયેલા બાઈક સવાર ભાવેશ ગેડિયાને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ કામરેજ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાધ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application