સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં વડોદગામ ખાતે આવેલ મનપાના આવાસમાં રહેતો યુવક સાંજે પાંચમા માળે પાણી ટાકીમાં થયેલ બ્લોકને ઠીક કરી રહ્યો હતો. તે સમયે યુવકનો હાથ લપસી જતા પાંચમા માળેથી નીચે પટકાઈ જવાને કારણે તેને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વડોદગામ ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતા 37 વર્ષીય દિનેશભાઈ દુઃખન રામ ડાઇંગ મિલમાં કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
દિનેશભાઈ સાંજે આવાસના પાંચમા માળે મુકેલી પાણી ટાંકી બ્લોક થઇ જતા બ્લોક ઠીક કરવા માટે ચઢ્યો હતા અને બ્લોક ઠીક કરી રહ્યા હતા તે સમયે તેમનો હાથ લપસી જતા પોતાનો બેલેન્સ ગુમાવ્યો હતો અને પાંચમા માળેથી નીચે પટકાઈ જતા તેમને માથાના ભાગે તેમજ શરીના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવમાં પાંડેસરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application