Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાનાં કેવડી ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 8 ઈસમો ઝડપાયા, 1 વોન્ટેડ

  • November 19, 2021 

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સુરત જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામે રેડ કરતા કેવડી ગામની સીમમાં રોડ ઉપર આવેલ ચાની લારીની બાજુમાં ખુલ્લી જગ્યામાં બેસી 9 જેટલા ઈસમો વરલી મટકાના આંકો ઉપર જુગાર રમી રમાડી રહ્યા હતા જે પૈકી પોલીસે 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસની રેડ જોઈ ભાગી છુટેલ વિજયભાઇ સુરેશભાઇ વસાવા (રહે.કેવડી ગામ,ઉમરપાડા) ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જયારે પકડાયેલ જુગારીઓ પાસેથી પોલીસે રોકડા રૂપિયા 29,670/- તથા 5 નંગ મોબાઈલ અને 1 નંગ કેલક્યુલેટર મળી કુલ રૂપિયા 45,694/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.







જુગાર રમતા ઝડપાયેલા ઈસમો



1.દેવજીભાઇ પુનીયાભાઇ વસાવા (રહે.ઝાક ગામ,તા.ડેડીયાપાડા),

2.નિતેષભાઇ સામસીંગભાઇ વસાવા (રહે.ઝાક ગામ,તા.ડેડીયાપાડા),

3.ગુલાબભાઇ નગરીયાભાઇ વસાવા (રહે.રોજધાટ ગામ,તા.ડેડીયાપાડા),

4.ગંભીરભાઇ નવીયાભાઇ વસાવા (રહે.ઉમરપાડા),

5.મણીલાલભાઇ હેરીયાભાઇ વસાવા (રહે.ઉમરપાડા),

6.ચંદુભાઇ રાજાભાઇ વસાવા (રહે.ઝાક ગામ,તા.ડેડીયાપાડા),

7.ગુરજીભાઇ નવાભાઇ વસાવા (રહે.ઝાક ગામ,તા.ડેડીયાપાડા) અને

8.બાબુભાઇ ચુનીયાભાઇ વસાવા (રહે.ઝાક ગામ,તા.ડેડીયાપાડા).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application