પલસાણા તાલુકાનાં તાતીથૈયા ગામે રહેતા અને જમયારદેવ પેલેસમાં દુકાન નંબર-1માં મોબઈલ ફોનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા સંપતલાલ મોહનભાઈ કુમાવત રોજની જેમ પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે ગયા હતા.
ત્યારબાદ રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર આવી દુકાનનાં શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ ચોરટાઓ અંદર પ્રવેશી દુકાનમાં મુકેલા 26 નંગ મોબઈલ ફોન, 20 હજાર રોકડા, 1 લેપ્ટોપ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 2,32,696/- રૂપિયાનો મુદ્દામાલની ચોરી કરી નાસી છુટ્યા હતા.
આ ઘટના અંગે સંપતલાલે કડોદરા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500