કોરોના મૃતકોના પરિવારને વળતર મેળવવામાં ગુજરાતના લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, ઝડપથી વળતર આપવાનું શરૂ કરો નહીં તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોંપી દઈશું. ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર પણ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. કોર્ટે ડેથ સર્ટિફિકેટ આપવામાં રાજ્ય સ્તરની બનેલી સ્ક્રૂટની કમિટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. સોલિસીટર જનરલને કહ્યું કે, રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરીને સરળ બનાવો. આ અંગે વધુ સુનાવણી આગામી શુક્રવાર ને 26મી નવેમ્બરે યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application