ગુજરાતમાં એક તરફ બેવડી ઋતુનો માર છે. આ વચ્ચે અંગ દઝાડતી ગરમી આવી ગઈ છે. બેવડી ઋતુમાં લોકો બીમાર પડી રહ્યાં છે. ત્યારે હવે ગુજરાતમાં નવી બીમારીએ દસ્તક આપી છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી બચીને રહેવાનો સમય આવ્યો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં એકાએક વધારો થયો છે. એક જ મહિનામાં સ્વાઈન ફ્લૂના રાજ્યસભરમાં 180 કેસ નોંધાયા છે. જેમાં 9 લોકોના તો મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસમાં ગુજરાત દેશભરમાં ચોથા સ્થાને છે.
ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસ વધી રહ્યા છે જેથી વધતા સ્વાઈન ફ્લૂના કેસના કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી છે. છેલ્લા એક મહિનામાં સ્વાઈન ફ્લૂના 180 કેસ આવ્યા છે. નવા વર્ષ 2024 માં સ્વાઈન ફ્લુનો કહેર જોવા મળ્યો છે. નવા વર્ષમા સ્વાઈન ફ્લૂથી 9 લોકોના મોતના કેસ આવ્યા છે. માત્ર બે નહિમાં સ્વાઈ ફ્લૂના ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં ગુજરાત સ્વાઈન ફ્લૂના કેસમાં ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ સ્વાઈનફ્લૂના 2545 કેસ નોંધાયા હતા. જેમાં દેશભરમાંથી કુલ 77 લોકોના બે મહિનામાં મોત થયા છે. તબીબોના મતે સ્વાઈન ફ્લૂ મિક્સ ઋતુને કારણે વકર્યો છે. ઠંડી તેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થાય છે. હવે ઉનાળામાં ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લુના કેસ ઘટશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application