તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના માણસોએ સોનગઢના રેલ્વે ગરનાળા પાસેથી બાઈક પર ઈંગ્લીશદારૂની ફેરાફેરી કરતા અને બાઈક આગળ પાયલોટીંગ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જયારે બે જણાને પોલીસ ચોપડે ફરાર જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના માણસો સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢના રેલ્વે ગરનાળા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી વાળી પાયલોટીંગ કરતી પલ્સર ૨૨૦ બાઈક નંબર જીજે/૨૬/કે/૦૧૨૬ ને અટકાવી ચાલકની પૂછ પરછ કરતા અમિત દિલીપભાઈ ગામીત રહે, હાથી ફળિયું-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું. જયારે પાછળ આવતી એક કરીઝમા બાઈક નંબર જીજે/૨૬/ઈ/૬૦૦૬ ને આવતા જોઈ પોલીસ દ્વારા બાઈકને રોકવા જતા બાઈક ચાલક બાઈક સ્થળ પર મૂકી નાશી છુટ્યો હતો.
જોકે બાઈક પાછળ બેસેલ અજય ઉર્ફે ટાપર ટીચુંભાઈ પાડવી રહે, હાથી ફળિયું-સોનગઢ નાને ઝડપી પાડવામાં આવ્યો હતો,બાદમાં તપાસ કરતા એક મીણીયા કોથળા માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂની કુલ ૪૮૦ બાટલીઓ મળી આવી હતી. પોલીસની તપાસમાં ફરાર કરીઝમા બાઈક ચાલકનું નામ દીપેશભાઈ શંકરભાઈ રાઠોડ રહે, હાથી ફળિયું-સોનગઢ નાનો હોવાનું જાણવા મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનાર લક્કડકોટનો બુધિયા રાનિયા ગાવિતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે ૫૫ હજારની કિંમતની બે બાઈક, ૨૪ હજારનો ઈંગ્લીશદારૂ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૮૪,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500