Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢથી ઓટા રૂટની રાત્રી રોકાણની બસ સેવા શરૂ કરાઈ

  • August 27, 2021 

સોનગઢથી લગભગ 50 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્રની બોર્ડેર પર ઓટા ગામ આવેલ છે અને આ વિસ્તારમાં અન્ય 20 કરતા વધુ નાના-નાના ગામો આવેલા છે. આ ગામો માંથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ માટે આવે છે તેમજ કામ ધંધાવાલા લોકોનું પણ તાલુકા મથકે અવર જવર હોય છે. સોનગઢથી પરત ઓટા સુધી જવા ઉપડતી બસ કોરોનાના કારણે બંધ થઈ હતી અને આ રૂટ પર મીની બસ દોડવાતી હતી જેથી મુસાફરોની ભીડ જોવા મળતી હતી. જેથી આ બાબતે તાલુકા પંચાયત સભ્ય પ્રીતિબેન ગામીત, સરપંચ અનાજીભાઈ તથા માજી તાલુકા પંચાયત સભ્ય યાકુબભાઈ ગામીત સહિતના આગેવાનોએ ડેપો ખાતે ઓટા સુધીની રાત્રી રોકાણની બસ સેવા શરૂ કરવા માંગણી કરી હતી.

 

 

 

 

પરંતુ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું ન હતું તેથી આગેવાનોએ ગત તા.24 ઓગસ્ટના રોજ સોનગઢ મામલતદારને રજૂઆત કરી હતી અને જો 2 દિવસમાં યોગ્ય બસ સેવા શરૂ ન કરાયા તો ડેપો ખાતે ધરણા પર બેસવાની ચીમકી આપી હતી જેથી રજુઆતને ધ્યાનમાં લેતા સોનગઢ ડેપો મેનેજર દ્વારા ગુરુવારથી જ ઓટા રાત્રી બસ રોકાણ સાથેની બસ સેવા શરુ કરી હતી. જેથી વિધાર્થી તેમજ અવર-જવર કરતા તમામ લોકોનું સુખદ નિરાકરણ આવ્યું હતું અને ધરણાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

સોનગઢથી ઓટાની બસ સાંજે 5.45 કલાકે ઓટા જવા રવાના થશે અને ઓટા ગામે રાત્રી રોકાણ કરી બીજા દિવસે સવારે 5.45 કલાકે ઓટાથી નીકળી પરત સોનગઢ તરફ આવશે એની સાથે જ આ ઋત પર આવેલા મલંગ દેવ જવા માટે બપોરે 12.15 કલાકે બસ મુકવામાં આવી છે જે બસ બપોરે 1.45 કલાકે મલંગ દેવ થી સોનગઢ આવશે અને નજીક આવેલા ચિમેર ગામ માટે પણ સોનગઢથી 7.30 કલાકે નીકળશે એ સવારે જ 8.30 કલાકે પરત સોનગઢ માટે આવશે.           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application