Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : બંધારપાડા સરૈયા રોડ ઉપર અકસ્માત સર્જાયો

  • January 27, 2022 

સુર્યવંશી મનિષા/સોનગઢ : સોનગઢ તાલુકાનાં બંધારપાડા સરૈયા રોડ ઉપર ધમોડી ગામની સીમમાં આવેલ મોબઈલ ટાવરની સામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક અને રાહદારી ઈસમને ઈજા પહોચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ગતાડી ગામનાં નિશાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ મગનભાઈ ગામીત જેઓ ગત તા.25ના રોજ પોતાના કબ્જાની મોટરસાઈકલ નંબર જીજે/19/એન/1646 લઈને ધમોડી ગામે આવેલ દૂધ ડેરીમાં દૂધ ભરવા જવા માટે નીકળ્યા હતા.તે સમયે ધમોડી ગામની સીમમાં મોબઈલ ટાવર સામે એક મોપેડ એકટીવા નંબર જીજે/26/આર/0906ના ચાલક નરેશભાઈ રમેશભાઇ ગામીત (રહે.કુકડાડુંગરી, સોનગઢ) નાએ રોંગ સાઇડે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુરેશભાઈની મોટરસાયકલ સાથે અકસ્માત થતા તેમણે ડાબા પગે ઘુટણ પર તથા કપાળ ઉપર અને જમણા હાથના કાંડા પાસે ઇજા પહોંચાડી તથા રોડ ઉપર ચાલતા રાહદારી રવીન્દ્રભાઇ ધર્માભાઇ ગામીત (રહે.ધમોડી ગામ, વડફળીયું, સોનગઢ) નાઓને પણ અડફેટમાં લઇ અકસ્માત કરી ડાબા પગે ઘુટણ પાસે ફેકચર તથા ડાબા હાથે તથા માથામાં ઇજા પહોંચાડી તેમજ શરીરે પાસળીના ભાગે અને ખભાના ભાગે ફેકચર કરી તથા પોતાને પગે ઇજા પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી ઈજા પહોચનાર તમામને વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સુરેશભાઈ ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application