સોનગઢના એક મહિલાએ પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા સોનગઢ ખાતે આવેલ અદાલતમાં અરજી કરી હતી.આ અરજી સુનાવણી થતા સોનગઢની અદાલતે સોનગઢના ઉખલદા ગામના ઉતાણી ફળિયામાં રહેતો નારસિંગભાઈ બનાભાઈ ચૌધરીને ૬૯૭ દિવસની જેલ સજાનો આદેશ કર્યો છે.
તાપીમિત્ર ન્યુઝના વોટ્સઅપ ન્યુઝ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
સોનગઢના ઉખલદા ગામે રહેતો નારસિંગભાઈ બનાભાઈ ચૌધરીએ પોતાના લગ્ન જીવન દરમિયાન પત્ની પર ત્રાસ ગુજારતો હોય પત્નીએ ભરણપોષણ માંગતી અરજી સોનગઢની કોર્ટમાં કરી હતી.જે અરજી મંજૂર રાખવામાં આવી હતી.પરંતુ પતિ એ સમયસર ભરણપોષણ જમા નહીં કરાવતા તેની પત્નીએ ફરીથી અદાલતમાં અરજી કરી હતી. આ મામલે કેસ કોર્ટમાં ચાલી જતાં જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ-સોનગઢ ખાતે તા.૩૧/૦૧/૨૦૨૪ નારોજ નારસિંગભાઈ ચૌધરીને ૬૯૭ દિવસની જેલ સજાનો આદેશ કર્યો છે.આપને અહીં જણાવી દઈએ છીએ કે, નારસિંગભાઈ ચૌધરી પોતાની પત્નીનું ભરણ પોષણ કરવા પૂરતા સાધનો ધરાવતો હોવાછતાં ભરણ પોષણની રકમ ભરી નહતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application