નવસારીના વોર્ડ નંબર-13મા આવેલા દશેરા ટેકરી વિસ્તારમાં સરસ્વતી મંદિર પાસે વારંવાર ગટર ચોકઅપ થઈ જતી હતી. તે બાબતે સ્થાનિક નગરસેવકે પાલિકામાં જાણ કરતા ગટરની બાજુમાં ભૂવો પડ્યો હતો. તેને રિપેર કરવાની કામગીરી ગતરોજ મોડી રાત સુધી ચાલી હતી.
નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નંબર-13મા સમાવિષ્ટ દશેરા ટેકરી વિસ્તારમાં સરસ્વતી માતાના મંદિર પાસે ગટર લાઇન વારંવાર ચોકઅપ થતી હતી. આ બાબતે સ્થાનિક નગરસેવકને જાણ કરી હતી અને તેમણે નગરપાલિકામાં જાણ કરતા કર્મચારીઓ આવીને જોતા ગટર લાઇન આસપાસ ખાડો પડી ગયો હતો. જેને લઈને આ ભૂવો રિપેર કરવાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ બાબતે સ્થાનિક નગરસેવકોએ લોકોને સોશિયલ મીડિયામાં અપીલ કરતા જણાવ્યું કે, વોર્ડ નં-13 દશેરા ટેકરી નવસારીના સરસ્વતિ માતાજીના મંદિર પાસે ભૂવો પડવાને કારણે બિરસા મુંડા માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને લઈ કાલીયાવાડી રોડનો ડાયવર્ઝનનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. ભૂવા રિપેરીંગની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application