મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આવેલા એક ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ પોલીસ તંત્ર સતર્ક થઈ ગયું છે. મુંબઈ પોલીસને કોલ કરી ટેક્સી ડ્રાઇવરે જણાવ્યું કે બે લોકો એન્ટીલિયા વિશે પૂછપરછ કરી રહ્યાં હતા.
ટેક્સી ડ્રાઇવરના ફોન કોલ બાદ એક્ટિવ થયેલી મુંબઈ પોલીસે તેને મુકેશ અંબાણીના ઘર માટે ખતરાના રૂપમાં જોયો અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ટેક્સી ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે, એન્ટીલિયા વિશે જાણકારી કરી રહેલા લોકો પાસે એક થેલો હતો. પોલીસ બંને શંકાસ્પદોની શોધ કરી રહી છે. ટેક્સી ડ્રાઇવરના નિવેદનના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે. એન્ટીલિયા વિશે બે લોકો દ્વારા પૂછપરછ કરવાનો મામલો સામે આવ્યા બાદ જ્યાં મુકેશ અંબાણી ઘર પર છે અને તે વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વિસ્તારમાં નાકાબંધી કરી શંકાસ્પદોની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ તરફથી સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ પહેલા મુકેશ અંબાણીના ઘરની બહાર ફેબ્રુઆરીમાં વિસ્ફોટક ભરેલી એક એસયૂવી મળી હતી. એસયૂવીમાં 20 જિલેટિનની સ્ટીક અને એક પત્ર મળ્યો હતો. પત્રમાં મુકેશ અંબાણી અને તેના પત્ની નીતા અંબાણીને ધમકી આપવામાં આવી હતી. આ મામલામાં મુંબઈ પોલીસ એસઆઈ સચિન વઝે પણ કસ્ટડીમાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500