Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહેસાણામાંથી SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું

  • February 12, 2024 

મહેસાણામાંથી નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં RTO ની HRSP વાળી નંબર પ્લેટો ઝડપાઇ છે. જેમાં 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો હતો. આજે SOG એ ઇમામખા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈસમની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે.આ નંબર પ્લેટો કોને વહેંચતો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર, મહેસાણામાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો મળી આવી હતી. મહેસાણાના નાગલપુરમાંથી RTOની નકલી નંબર પ્લેટો પકડાઈ હતી. નાગલપુરમાં આવેલા પ્રમુખ એન્કલેવ માર્કેટમાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. ઈમમાખા નામના શખસ પાસેથી RTO ની HRSP વાળી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. તેની પાસેથી કુલ 79 બનાવટી નંબર પ્લેટો ઝડપાઈ હતી. ઈમામકા પઠાન નામનો ઈસમ બનાવટી નંબર પ્લેટો સાથે મહેસાણા એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application