Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે 'અનુબંધમ પોર્ટલ' હેઠળ ભરતી મેળો યોજાયો

  • November 03, 2021 

ડાંગ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારીની તકો ઉભી કરી વધુમા વધુ રોજગારી/નોકરી અપાવવા હેતુથી ડાંગ જિલ્લા રોજગાર કચેરી દ્વારા તાજેતરમા 'પ્રથમ ઇન્ફોટેક ફાઉંડેશન'ના સહયોગથી કમ્પ્યુટર ટ્રેનર માટેનો ભરતી મેળો આયોજિત કરાયો હતો. પસંદગી પામનાર કમ્પ્યુટર ટ્રેનરોએ ડાંગ જિલ્લાની અમુક પસંદ કરેલી શાળઓમા શાળાના બાળકોને કમ્પ્યુટરની તાલીમ આપવાની થાય છે.

 

 

 

 

 

આ ભરતી મેળામા પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશનને કુલ ૪૭ જેટલા કમ્પ્યુટરનુ જ્ઞાન ધરાવતા અને કોર્ષ કરેલા સ્નાતક ઉમેદવારો ટ્રેનર તરીકે જોઇએ છે. જેના માટે ગત તા.૨૯/૧૦/૨૦૨૧ રોજ યોજાયેલા આ ભરતી મેળામા કુલ-૧૭૫ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો અને સંસ્થા દ્વારા ઓનલાઇન ટેસ્ટ લઇ ઉમેદવારોનુ મૈખિક ઇન્ટરવ્યુ પણ લેવામા આવ્યુ હતુ. ભરતી મેળામા પસંદ થનાર ઉમેદવારોને કમ્પ્યુટર ટ્રેનર તરીકે ડાંગની શાળાઓમા કામ કરવાનુ રહેશે. જેમનુ અંદાજીત મેહનતાણુ રૂપિયા ૧૨૦૦૦/- જેટલુ રહેશે. આ જગ્યાઓ માટે 'અનુબંધમ પોર્ટલ' પર પણ ભરતી મેળા રાખ્યો હતો, અને ઉમેદવારોની પસંદગી 'અનુંબંધમ પોર્ટ્લ' દ્વારા કરવામા આવનાર છે. તેમ જિલ્લા રોજગાર અધિકારી (વ્ય.મા) વિનોદ ભોયે દ્વારા જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application