Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં મતદાન મથક પુર્ન ગઠન-પ્રાથમિક પ્રસિદ્ધી

  • August 05, 2023 

મતદાન મથકોના પુનર્ગઠનની પ્રાથમિક સુધારા દરખાસ્ત અન્વયે ભરૂચ જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથે માન.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, ભરૂચની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાઈ હતી. જેમાં પદાધિકારીઓને સલાહ-સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યોના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. કુલ ૨૮ મતદાન મથકો મર્જ થયા છે. જેમાં ૧૫૦-જંબુસરના ૦૮ ૧૫૨- ઝઘડિયાના ૦૮ ,૧૫૪-અંકલેશ્વરના ૧૨ એમ કુલ ૨૮ મતદાન મથકો મર્જ થાય છે.


એક નવું મતદાન મથક અંકલેશ્વર ખાતે દરખાસ્ત કરી હતી.જે નવું મતદાન ઉભું કરવામાં આવ્યું છે. કુલ ૨૭ જર્જરિત મતદાન મથકો શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૦-જંબુસરના ૧૩, ૧૫૧-વાગરાના ૦૪, ૧૫૨-ઝઘડિયાના ૦૯, ૧૫૩-ભરૂચના ૦૧નો સમાવેશ થાય છે. ૧૫૪- અંકલેશ્વરમાં ૦૨ મતદાન મથકોના સેકશન ટ્રાન્સફર કરાયા છે. આમ, ભરૂચ જિલ્લામાં મતદાન મથક પુર્ન ગઠન –પ્રાથમિક પ્રસિદ્ધી બાદ કુલ ૧૩૩૧ મતદાન મથકોની સંખ્યા છે તેમ જિલ્લા ચૂંટણી શાખા તરફથી મળેલ અહેવાલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application