Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

9 વર્ષ જૂના કેસમાં રાકેશ રોશનને રાહત મળશે

  • February 04, 2024 

રાકેશ રોશન બોલિવુડના બેસ્ટ ફિલ્મમેકરમાંથી એક છે. તેને એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પોતાની લાંબી કરિયરમાં રાકેશ રોશને એવી ઘણી ફિલ્મો બનાવી છે જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી હતી. હવે હાલમાં તે લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ માટે ચર્ચામાં છે જેમાં કોર્ટે તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે. 


બોમ્બે હાઈકોર્ટે ફિલ્મમેકર રાકેશ રોશન પાસેથી છેતરાયેલા 20 લાખ રૂપિયા પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ નાણાં તે 50 લાખ રૂપિયામાં સામેલ છે જે 2011માં તેમની પાસેથી સીબીઆઈ ઓફિસર છે તેમ કહીને બે લોકોએ છેતરપિંડી કરી હતી. રિપોર્ટ મુજબ વર્ષ 2011માં રાકેશને બે લોકોનો ફોન આવ્યો હતો જેમણે સીબીઆઈ ઓફિસર હોવાનું કહીને 50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે 13 જૂન 2011ના રોજ ચૂકવવામાં આવી હતી. રાકેશ રોશનને ચૂકવણી બાદ કોઈ જવાબ મળ્યો ન હતો, જેના કારણે તેની શંકા વધી હતી. 


રાકેશ રોશને ત્યારપછી આને લઈને મુંબઈમાં એસીબીમાં લેખિત ફરિયાદ કરી હતી. બાદમાં એસીબી દ્વારા હરિયાણાના અશ્વિની શર્મા અને મુંબઈના રાજેશ રંજન નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેને આ રીતે અનેક ફિલ્મ સ્ટાર્સ સાથે છેતરપિંડી કરી છે. ઓથોરિટીએ તેમની નવી મુંબઈ, હરિયાણા અને ડેલહાઉસીમાં રૂ. 2.94 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ ઓપરેશન દરમિયાન થોડું સોનું પણ જપ્ત કર્યું હતું. આ પછી, 30 ઓક્ટોબર 2012 ના રોજ, રાકેશ રોશને તેના પૈસા પાછા મેળવવા માટે ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરી. બે વર્ષ બાદ 2014માં કોર્ટે તેને 30 લાખ રૂપિયા પરત લેવાની પરવાનગી આપી હતી. પરંતુ બાકીના 20 લાખ રૂપિયા રોકી દીધા.


આ મામલો અહીં પૂરો નથી થયો, કોર્ટના નિર્ણયથી નારાજ રાકેશ રોશને પોતાના વકીલ પ્રસન્ના ભંગાલે મારફતે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. વકીલે કહ્યું કે સીબીઆઈ મુજબ રાકેશ રોશનના 50 લાખ રૂપિયામાંથી એક આરોપીને 20 લાખ રૂપિયા જ્યારે બીજાને 30 લાખ રૂપિયા મળ્યા. 20 લાખ રૂપિયા લેનારા આરોપીઓએ કોર્ટ ટ્રાયલ દરમિયાન રાકેશ રોશનને પૈસા પરત કરવામાં કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. આમ છતાં કોર્ટે ફિલ્મમેકર પાસેથી 20 લાખ રૂપિયા રોકી લીધા હતા. હવે કોર્ટ દ્વારા તેમને પેન્ડિંગ નાણા પરત કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application