Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી બે દિવસ મુંબઇમાં વીજળીનાં કડાકા સાથે વરસાદની આગાહી

  • March 15, 2023 

મુંબઈ તથા થાણેનાં કેટલાક વિસ્તારોમાં મોડી રાતે વરસાદ વરસ્યો હતો. જોકે હજી બે દિવસ સુધી  શહેરમાં ગાજવીજ સાથે વરસાદ થવાના સંક્તો છે. તારીખ 17મી સુધી રાજ્યનાં મોટાભાગનાં  વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવી-મધ્યમ વર્ષા થવાના સંકેત છે. હવામાન ખાતાએ આવતા 48  કલાક દરમિયાન મુંબઇમાં મેઘગર્જનાં અને વીજળીનાં કડાકા સાથે હળવી વર્ષા થવાનો વરતારો પણ આપ્યો છે. સવારે આકાશ વાદળિયું રહે અને સાંજે ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાય તેવાં પરિબળો છે. સાથોસાથ તારીખ 17મી માર્ચ સુધી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, વિદર્ભનાં  મોટાભાગમાં પણ ગાજવીજ સાથે હળવી-મધ્યમ વર્ષા થવાનો સંકેત પણ આપ્યો છે.








હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, હાલ રાજસ્થાન અને તેની નજીકનાં ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સાથોસાથ, હળવા દબાણનો પટ્ટો દક્ષિણ કર્ણાટકથી ઉત્તર કર્ણાટક થઇને કોંકણનાં આકાશ સુધી ફેલાયો છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું થવાની શક્યતા છે. મુંબઇગરાંને આજે ગરમી અને ઉકળાટમાંથી થોડીક રાહત રહી હતી. આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૪ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૬.૮ અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application