વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે અને તે મુજબ આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 આગામી તા.01-12-2022 અને તા.05-12-2022નાં રોજ થનાર છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી, તાપી-વ્યારા ફોજદારી કાર્યરીતિ અિધિનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં ચુંટણી દરમ્યાન રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેર માર્ગોની બન્ને બાજુ વાહન વ્યવહા૨થી ધમધમતા રસ્તા, શેરીઓ, નાકા, જાહે૨ માલીકીનાં મકાનો વિગેરે ઉપર વિશાળ પોસ્ટો, બેનરો, રાજકીય આગેવાનોના કટ આઉટ વિગેરે ઉભા કરવામા આવે છે અને પ્રદર્શિત કરવામાં આવે છે. એજ રીતે તેમાં સ૨કારી અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના મકાનો તથા વિજળી અને ટેલીફ્રોનનાં થાંભલા જેવી સ૨કારી મિલ્કતો સહીત તમામ પ્રકા૨ની જગ્યાએ વિશાળ મકાનો, દરવાજા, જાહેરાત પાટીયા, બેનર, ધજા પતાકા, ભીંત ચિત્રો વિગેરે ઉભા કરે છે અથવા મુકે છે એના લીધે ટ્રાફિકની સમસ્યા ઉભી થવાની સંભાવના રહે છે.
રાહદારીઓ માટે અસલામતી વધે છે તેમજ જાહે૨ રસ્તા અથવા સાર્વજનિક જગ્યાઓનો અયોગ્ય રીતે ઉપયોગ થવાની સંભાવના રહે છે. જેથી આ ચારની જરૂરી કાર્યવાહી કરવાની જરૂ૨ જણાય છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી-તાપી ફોજદારી કાર્યરીતી અધ્ધિનયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવા૨ માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા રાજય સ૨કા૨, નગરપાલિકાઓ અથવા બોર્ડ, નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા જગ્યાઓ, સ૨કારી કચેરી, નગ૨પાલિકા, પંચાયતો અથવા સરકારી બોર્ડ નિગમ હસ્તકની જગ્યાઓ પર સમાચાર, બોર્ડ અથવા જાહે૨ નોટસ ન હોય એવા કોઈ પણ પ્રકારના કટ આઉટ જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકશે નહી કે દિવાલો ઉપર ચિત્રો દોરાવી શકાશે નહી કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકી નહીં.
કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવા૨ માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિતઓ દ્વારા કોઈ પણ ખાનગી મિલ્કત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાત પાટીયા, બેનર્સ વગેરે તે જગ્યાનાં માલિકની પુર્વ મંજુરી વગ૨ મુકી શકાશે નહીં. આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર સામે પગલાં લેવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500