70નાં દાયકાની બોલ્ડ એકટ્રેસ ઝિન્નત અમાને તેની બાયોપિક બને તે પ્રિયંકા ચોપરા પોતાનો રોલ ભજવે તેવી ઈચ્છા પ્રગટ કરી છે. તેણે જો 'સત્યમ શિવમ સુંદરમ' ફરીથી બને કે તેનો બીજો ભાગ બને તો પોતાનો રોલ દીપિકા પાદુકોણ કરે તેવી મહેચ્છા પ્રગટ કરી છે. ઝીન્નત અમાનનો 70 અને 80ના દાયકામાં રૂપેરી પડદે દબદબો હતો. તે ફેશન આઇકોન તરીકે જાણીતી હતી. પોતાની કારકિર્દી દરમિયાન તેણે રૂપેરીપડદે બિનધાસ્ત પોઝ આપ્યા હતા અને બોલ્ડ પરિધાનો પહેર્યા હતા.
પીઢ અભિનેત્રી ફરી બોલીવૂડ પ્રત્યે આકર્ષાઇ છે અને સોશયલ મીડિયા પર પણ સક્રિય છે. તે મનીષ મલ્હોત્રાની 'બન ટિક્કી'થી પુનરાગમન કરવાની છે. અભિનેત્રીએ કરણ જોહરની સાથેની વાતચીત દરમિયાન તેણે પોતાની બાયોપિક માટે પ્રિયંકા ચોપરા અને સત્યમ શિવમ સુંદરમના રોલ માટે દીપિકા પદુકોણને યોગ્ય જણાવી હતી. 1970માં ઝીન્નતે હિંદી સિનેમામાં કારકિર્દી શરૂ કરી હતી. ‘હરે રામ હરે કૃષ્ણા'ની સફળતા પછી તેની કારકિર્દીની ગાડી પૂરપાટ દોડી હતી. તેણે ડોન, ધરમવીર, કુર્બાની, સત્યમ શિવમ સુંદરમ જેવી ફિલ્મો કરીને ધૂમ મચાવી દીધી હતી. 1985માં તેણે મઝહર ખાન સાથે લગ્ન કરી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application