Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી

  • May 24, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી સાથે પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસની મુલાકાત લીધી હતી. વાઈસટેક ગ્લોબલનાં સી.ઈ.ઓ.-ફાઉન્ડર રિચાર્ડ વ્હાઇટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બિઝનેસ લીડર્સની રાઉન્ડ ટેબલ મીટિંગ કરી હતી. આ પછી તેમણે કહ્યું કે, મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક ઉજ્જળ ભવિષ્ય છે. વડાપ્રધાન ખૂબ જ સારા સ્વભાવના છે અને અમને ખાતરી આપી કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મજબૂત ભાવિ સંબંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો T-20 મોડમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાય બે દેશો વચ્ચે સેતુ સમાન છે. વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી દાયકામાં બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની વાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News