વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રેડિયો શો ‘મન કી બાત’ના 112માં એપિસોડને સંબોધિત કર્યો હતો. 2024 લોકસભા ચૂંટણીની જીત બાદ વડાપ્રધાન મોદી બીજી વખત મનકી બાત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આખા દેશમાં સમૃદ્ધિ માટે એક વિશેષ અભિયાન માનસ (MANAS)નો ઉલ્લેખ કર્યો છે. જેનો સીધો લાભ આખા દેશમાં દરેક ખૂણામાં રહેતાં દરેક લોકો માટે, દરેક વયજૂથના ભારતીયોને મળશે. વડાપ્રધાને આજે મનકી બાત કાર્યક્રમની શરૂઆત પેરિસ ઓલિમ્પિકથી કરી હતી.
તેમજ મેથ્સ ઓલિમ્પિયાડમાં જીત હાંસલ કરનાર વિદ્યાર્થીઓને ફોન કરી અભિનંદન પણ પાઠવ્યા હતા. બાદમાં લોકોને ત્રિરંગા સાથે સેલ્ફી લેવાના અભિયાન વિશે જાગૃત્તિ આપી હતી. વધુમાં ડ્રગ્સ વિરૂદ્ધની લડાઈ માટે એક વિશેષ કેન્દ્ર માનસની પણ ચર્ચા કરી હતી. ડ્રગ્સ વિરૂદ્ધ લડાઈમાં ભારતના વડાપ્રધાને દેશ માટે સારૂ પગલું લીધુ છે. આજે વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, દરેક પરિવારની એક જ ચિંતા છે કે, તેમનુ બાળક ડ્રગ્સની અડફેટે ન આવે. આવા લોકોની મદદ માટે સરકારે એક વિશેષ કેન્દ્ર શરૂ કર્યું છે. જેનું નામ માનસ છે.
ડ્રગ્સ વિરૂદ્ધની લડાઈમાં આ મહત્ત્વનું પગલું છે. થોડા દિવસ પહેલાં જ માનસની હેલ્પલાઈન અને પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. સરકારે ટોલ ફ્રી નંબર 1933 જારી કર્યું છે. જેના પર કોલ કરી કોઈપણ વ્યક્તિ જરૂરી સલાહ મેળવી શકે છે. જો કોઈની પાસે ડ્રગ્સ સંબંધિત કોઈ અન્ય માહિતી હોય તો આ નંબર પર કોલ કરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો પાસેથી માહિતી મેળવી શકો છો. આ માહિતી ગોપનીય રાખવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, બારતને ડ્રગ્સ ફ્રી બનાવવા જોડાયેલા તમામ લોકોમાંથી, તમામ પરિવારોમાંથી, તમામ સંસ્થાઓને મારો આગ્રહ છે કે, MANAS Helplineનો ભરપૂર ઉપયોગ કરે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500