Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાની ગીતા વસાવા નામની દીકરી એ હાંસલ કરી મોટી સિદ્ધિ 

  • September 04, 2020 

નર્મદા જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં ખેતીકામ કરતી કોઈ યુવતી શહેરના પીઝા પાર્લરમાં ગ્રાહકોને પીઝા પીરસવાનું કામ કરતી હોય ? તેનો જવાબ છે હા.આજના યુવા વર્ગે આવી કલ્પના અચૂક કરવી જોઇએ અને તેને સાકાર કરવાની દિશામાં મનોમંથન સાથે જો નિષ્ઠાપુર્વક પ્રયાસ કરાય તો તેમાં ચોક્કસ સફળતા મેળવવામાં આજનો યુવાવર્ગ ક્યારેય પીછેહઠ નહિ કરે. 

 

નર્મદા જિલ્લાના સાગબારાની તાલુકાના મોટી પરોડી ગામની ગીતા ક્રૃષ્ણાભાઇ વસાવા પોતે બારમું ધોરણ પાસ કર્યા બાદ આગળ ભણવાની સાથે ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ જ ઉત્સૂક હતી.પરંતુ ગીતાના માતા-પિતા તેને આગળ ભણાવવા તૈયાર ન હોતા.માતા-પિતાની મરજી વિરૂધ્ધ અડગ મનની ગીતા કહે છે કે મેં જીદ કરીને દીન દયાલ ગ્રામીણ કૌશલ્ય યોજના અંગેની છાપામાં આવેલી જાહેરાત વાંચીને જે તે સમયે સાગબારામાં ચાલતા તાલીમ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને આ કેન્દ્ર માંથી તાલીમ અંગેની જરૂરી જાણકારી અને માર્ગદર્શન મેળવ્યા બાદ પૂરતી ધગશ સાથે રીટેઇલના કોર્ષમાં જોડાઇ હતી. આમ, આ કોર્ષમાં કૌશલ્યની સજજતા કેળવીને કાચા માટીના ઘરમાં ચૂલા પર ચા બનાવતી ગીતા વડોદર શહેરના વાસણા વિસ્તારમાં ડોમીનોઝ પીઝા પાર્લરમાં ૨૦૧૬ ના વર્ષમાં માસિક રૂા.૬૫૦૦/- ના પગારથી પીઝા પીરસવાની નોકરીમાં જોડાઇ હતી.

 

રૂા.૭૫૦૦/- અને છેલ્લે રૂા.૮૫૦૦/- ના માસિક પગાર વધારાની સાથે તેમની કંપની દ્રારા મેનેજરની જગ્યા માટે લેવાયેલી કસોટીમાં ગીતાએ સફળતા હાંસલ કરતા એપ્રિલ-૨૦૧૯ થી સુરત ખાતેના ડોમીનો પીઝા પાર્લરમાં માસિક રૂા.૨૨૦૦૦/- ના પગારમાં મેનેજરની જગ્યાએ બઢતી મેળવી હતી. ત્યારબાદ ગત ઓકટોબર-૨૦૧૯ માં બારડોલી ખાતે ગીતાની બદલી થતાં ગીતા આજે બારડોલીમાં ઇન્સેન્ટીવ સાથે માસિક રૂા.૨૩૦૦૦/- હજાર જેટલો પગાર મેળવી રહી છે.

 

ગ્રામીણ ક્ષેત્રે વસવાટ કરતાં યુવાવર્ગને સરકારની આવી યોજનાઓ થકી ચોક્કસ પ્રકારની તાલીમ અને વ્યવસાય થકી રોજગારની ઉપલબ્ધિ માટે અનેક યુવાધનને આધુનિક સમયમાં પોતાના ભાવિ તરફ લક્ષ્ય સેવતા કર્યાં છે.જેનું ઉત્તમ ઉદાહરણ ગીતા વસાવા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application